ગત સપ્તાહે બેસમેટલ માર્કેટ મા કોપર, લીડ, ઝીંક જેવી કોમોડિટી ઓ મા ઉપર ના મથાળે થી પ્રોફિટ બુકીંગ જોવા મળ્યું હતું જયારે સોના-ચાંદી ના ભાવો મા એક હળવાશ વાળું વાતાવરણ જોવા મળ્યું હતું. તેની પાછળ નું મુખ્ય કારણ તાજેતર મા આવેલા ચાઈના તરફથી આવેલા નવેમ્બર મહિના ના મેનુફેક્ચરિંગ સર્વિસ ઈન્ડેક્સ ના આંકડા જે ૫૨.૧ ની સામે ૫૧.૯ ના સ્તર પર આવયા હતા અને તેની સાથે સાથે ડોલર ઈન્ડેક્સ જે બે વર્ષ ના તળિયે પહોંચ્યો તેને સોના-ચાંદી ના ભાવ ને એક પેરીટી સપોર્ટ પણ આપ્યો હતો. તાજેતર ના એક આંકડા પ્રમાણે ચાઈના તરફથી ૨૦૨૦ મા કોપર કોમોડિટી નો ઈમ્પોર્ટ અંદાજે ૪૦ ટકા નો વધારો નોંધાયો હતો ૨૦૧૯ ના વર્ષ પ્રમાણે જેના કારણે આપણને વૈશ્વિક બજાર મા એલએમી માર્કેટ મા કોપર ના ભાવ અંદાજે $૮૦૦૦/per tonne ના એક સેન્ટિમેન્ટલ આંકડા ને સ્પર્શી ચુક્યો હતો. ચાલુ સપ્તાહે યુરોપ તરફથી મેનુફેક્ચરિંગ ઈન્ડેક્સ ના આંકડા આવશે, તેના સિવાય ઓપેક ની મિટિંગ પણ ૪-જાન્યુઆરી એ રહેશે, ૬-જાન્યુઆરી એ યુ.એસ. તરફથી ADP નોન-ફાર્મ ના ડેટા તેના ઉપરાંત ૭-જાન્યુઆરી એ એક સાથે ઘણા મહત્વ ના ઇકોનોમિક ડેટા જેમ કે યુ.એસ. તરફથી ISM – નોન-મેન્ફ્યુફેકરીંગ , નોનફાર્મ પેયરોલ્સ અને બેરોજગારી ના આંકડા જાહેર થશે તો ચાલુ સપ્તાહ ઇકોનોમિક ડેટા પ્રમાણે બેસેમેટલ કોમોડિટી, બુલિયન માર્કેટ કોમોડિટી બંને પ્રકાર ની કોમોડિટી ના ટ્રેન્ડ માટે મહત્વ રૂપ સાબિત થશે. કોમેક્સ બજાર મા ગોલ્ડ અમારા મત પ્રમાણે $૧૮૨૫ થી લઈને $૧૯૫૦ ની રેન્જ મા રહી શકે જયારે સિલ્વર કોમોડિટી અંદાજે $૨૪.૨૦ થી લઈને $૨૭.૮૦ ની રેન્જ મા રહી શકે છે. ચાલુ સપ્તાહે અમારા માટે પ્રમાણે બુલિયન માર્કેટ ના ટ્રેડરો માટે , ગોલ્ડ ના ફ્યુચર કોન્ટ્રાક્ટ મા ખરીદી કરવાની સલાહ રહેશે જેમાં ૫૦૧૪૦ પાસે એન્ટ્રી લેવાની જેનો સ્ટોપલોસ્સ ૪૯૮૬૦ નો અને ટાર્ગેટ ૫૦૬૭૦ નો રહેશે. અમારા મત પ્રમાણે ગોલ્ડ કોમોડિટી મા ચાલુ સપ્તાહે મા ઓવરઓલ રીતે એક મજબૂતી જળવાય રહેશે અને ઘટાડે પણ ખરીદી ની સલાહ રહેશે.
Page 8, Nav Gujarat Samay Newspaper, 05 Jan 2021 #beelinebroking #commodity #trading #investing #daytrader #gold #silver #metals #investment #finance #success #money #commoditytrading Disclaimer: http://bit.ly/2uLiAVH